આસામ સરકારે મુસ્લિમો માટેના નિકાહ-તલાક નોંધણી કાયદાને રદ કરી દીધો છે. જેને કારણે ભારે વિવાદ થયો છે. આસામ પણ ઉત્તરાખંડની જેમ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરી શકે છે. જેના ભાગરૂપે જ આસામ મુસ્લિમ નિકાહ-તલાક નોંધણી ૧૯૩૫ના કાયદાને રદ કરવાની રાજ્ય સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે આસામના મુસ્લિમો પણ તમામ લોકો માટે વર્ષોથી અમલ કરાયેલા સ્પેશિયલ મેરેજ એક્ટનો ઉપયોગ કરી શકશે. બાળલગ્નોને અટકાવવાના ભાગરૂપે આ કાયદો રદ કરવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું.