જે કહ્યું તેના પર અડગ રહીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક પગલા લેવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા બાદ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને તેમના વતનમાં ડિપોર્ટ કરવા આદેશ કર્યો હતો, જે અંતર્ગત હવે ભારત પરત ફરનારા લોકોની પ્રથમ યાદી જાહેર થઈ ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા 205 ભારતીયોમાં 40 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ખાસ કરીને માણસા અને કલોલ આસપાસના ગામોના 9 લોકોના નામ સામેલ છે. આ તમામ ભારતીયો આજે અંબાલા એરપોર્ટ પર ઉતરશે