ગ્રાહક અદાલતે TVSને જાહેરાતમાં દાવા મુજબ બાઈકની માઈલેજ કરી આપવાનો ઓર્ડર કર્યો. રાજકોટના ગુણવંત મહેતાએ TVS જ્યુપિટર ખરીદેલું. લીટરે 62 કિ.મી માઈલેજનો કંપનીનો કંપનીનો દાવો હતો. પણ માઈલેજ ન મળી. ગુણવંતભાઈ અદાલતે ચડ્યા. કંપનીએ બાઈકની એવરેજના વિવિધ રિપોર્ટ રજૂ કર્યા. પણ કોર્ટને સંતોષ ન થયો. કોર્ટે હેરાનગતિ પેટે 10 હજાર રુપિયા વળતર અને વ્હીકલની એવરેજ વધારી આપવા કંપનીને આદેશ કર્યો.