પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનની પુષ્ટી થઈ ગઇ છે. તેમની તબિયત નાજૂક હતી. રવિવારે (15 ડિસેમ્બર, 2024) તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરાયા. જોકે પહેલા તેમના નિધનની અફવા ઉડી હતી અને પછી તેઓ સારવાર હેઠળ હોવાની વાત સામે આવી હતી. જોકે આજે સોમવારે તેમના પરિવારજનોએ આખરે તેમના નિધનની પુષ્ટી કરી દીધી હતી.
9 માર્ચ 1951એ મુંબઈમાં જન્મેલા ઝાકિર હુસૈનને ભારતના બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મ શ્રીથી સન્માનિત કરાયા હતા. ઝાકિર હુસૈનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે.