મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે જમ્મુ-કાશ્મીરમાં અનિલ અંબાણી અને આરએસએસની ફાઈલો મંજૂર કરવા ૩૦૦ કરોડ રૂપિયાની ઓફર થઈ હોવાનો દાવો કર્યા પછી હવે ગોવામાં ભાજપ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવીને કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. મલિકે કૃષિ કાયદાઓ મુદ્દે પણ ખેડૂત આંદોલનનું સમર્થન કરીને ભાજપ સરકારથી વિરુદ્ધ વલણ અપનાવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ગોવામાં ભાજપ સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારના કારણે તેમને હટાવાયા હતા. જોકે, મલિકે જમ્મુ-કાશ્મીરમાં આરએસએસનું નામ લેવા બદલ માફી માગી હતી અને કહ્યું કે હવે આ મુદ્દો પૂરો થઈ ગયો છે.