ઝાયડસ કંપની દ્વારા અન્ય કંપનીઓની સરખામણીએ સૌથી ઓછા ભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રેમડેસીવર ઈજેકશનનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ કંપની દ્વારા થોડાક દિવસો પહેલાં જ જાહેરાત કરાઇ હતી કે 900 રુપિયે એક રેમડેસિવર ઇન્જેક્ષન મળશે. જેથી ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓ આ ઈજેકશન લેવા અમદાવાદ પહોંચી રહ્યા હતા. ત્યારે શુક્રવારે ઝાયડસ દ્વારા એક યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, સ્ટોકના અભાવે 10 એપ્રિલ એટલે કે શનિવારથી રેમડેસિવીર ઈજેકશનનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે.