અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત થયા બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિને ફોન કર્યો છે. બંને નેતાઓ વચ્ચે યુક્રેનમાં યુદ્ધવિરામ મુદ્દે ચર્ચા થઈ છે. ટ્રમ્પ-પુતિન વચ્ચે થયેલી વાતચીતની વિગતો પણ ઝેલેન્સ્કીને શેર કરવામાં આવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે, તેમણે ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી છે.