નાણાકીય સંકટમાં ફસાયેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (PMC) બેન્કના ખાતેદારોને રિઝર્વ બેન્ક દ્વારા રાહત આપવામાં આવી છે. ખાતામાંથી રોકડ રકમ ઉપાડવાની મર્યાદા પહેલા રૂ. ૧,૦૦૦ હતી તે વધારીનેરૂ. ૧૦,૦૦૦ની કરાઈ છે. આનાથી ૬૦ ટકા ખાતેદારો તેમના ખાતામાંથી પૂરેપૂરી રકમ ઉપાડી શકશે. આરબીઆઈ દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ની કલમ ૩૫-એ હેઠળ બેન્કની અનેક કામગીરી પર ૬ મહિના સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.