મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ આજથી 31 રૂપિયા સુધી ઘટી ગયા છે. દિલ્હીમાં હવે કોમર્શિયલ સિલિન્ડર 1676 ના બદલે 1646 રૂપિયામાં મળશે. કલકત્તામાં આ સિલિન્ડર હવે 1756 રૂપિયામાં મળી રહ્યો છે. પહેલાં તેના ભાવ 1787 રૂપિયા હતો.