અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધો છે. SEBIની તપાસને યોગ્ય ગણાવતાં દખલનો ઈનકાર કરી દીધો હતો. 3 જજોની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું કે SEBIએ 22 આરોપોની તપાસ કરી હતી. બાકી 2 કેસની તપાસ માટે અમે 3 મહિનાનો સમય આપીએ છીએ. આ સાથે સુપ્રીમકોર્ટે આ મામલે તપાસને SEBIથી છીનવી લઈને SITને સોંપવાનો પણ ઈનકાર કરી દેતાં કહ્યું કે તેનો કોઈ આધાર જ નથી.