ભારતીય નેવીના ૮ પૂર્વ અધિકારીઓને કતારમાં હવે ફાંસી નહીં થાય. તેમની ફાંસીની સજા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કતારની એપેલેટ કોર્ટે આઠ ભારતીયોના પરિવારોની અપીલની સુનાવણી દરમિયાન ફાંસીની સજા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. કતારના આ નિર્ણયને ભારતના મોટા કૂટનીતિક વિજય તરીકે જોવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના શાસક શેખ તમીમ બિન હમદ અલ ધાની સાથે મુલાકાત કર્યા પછી કોર્ટનો આ નિર્ણય આવ્યો છે.