કોરોના મહામારીના સંક્રમણથી બચાવ માટે દેશમાં 24 માર્ચથી 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેનો છેલો દિવસ 14 એપ્રિલ છે. ત્યારે હવે તારીખ 15 એપ્રિલ બાદ, લોક ડાઉન લંબાવું કે નહિ તે મોટી ગડમથલ ચાલી રહી છે.
આજે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના સચિવ ગુરુપ્રસાદ મહાપાત્રા દ્વારા ગૃહ મંત્રાલયને સૂચન કરતો પત્ર લખવામાં આવ્યો હતો જેમાં લોક ડાઉનને કેવી રીતે તબક્કા વાર ઉઠાવી શકાય તેના પર વિચાર વિમર્શ કરવામાં આવેલ.
વાણિજ્ય મંત્રાલયના આ પત્રમાં દેશની ઇન્ડસ્ટ્રી જેમ કે કાપડ, ઓટો મોબાઇલ, ઇલેક્ટ્રોનિક 20થી 25% કામદારો સાથે અને પ્રવર્તમાન કાયદા અનુસાર સેનીતાઇઝિંગ અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે મંજૂરી મળવી જોઈએ.
આ ઉપરાંત નિકાસ કરતી ઇન્ડસ્ટ્રીમાં પણ ઓછા કામદારો સાથે છૂટ મળી શકે. અને અન્ય કંપનીઓમાં જેમ કે હેવી ઇલેક્ટ્રિક બનાવતી કંપની ટ્રાન્સફોર્મર, સર્કિટ વાહનો, ઓપ્ટિકલ ફાયબર, ટેલિકોમ, કોમ્પ્રેસર, સ્ટીલ, સ્પીનિંગ અને જીનિંગ મિલ્સ, પાવર લુમ્સ, સિમેન્ટ પ્લાન્ટ (ત્રણ શિફ્ટ માં કામ કરી શકે છે), કાગળ બનાવતી કંપની, ખાતર, પેઇન્ટ, ડાયઝ (dyes), ખાદ્ય સામગ્રી બનાવતી તમામ કંપની, બિયારણ, પ્લાસ્ટિક, ઓટોમેટિવ, જવેલરી, SEZ ની તમામ કંપની સહિત ઉપરોક્ત ઈન્ડસ્ટ્રીઝ ને મીનીમમ કામદારો સાથે ચાલુ કરવા ભલામણ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત એજન્સી અથવા વ્યક્તિગત રીતે રિપેર કામ કરતા ધંધા જેમ કે મોબાઈલ રિપેર, ઇલેક્ટ્રિક આઇટમ રિપેર, પ્લમ્બર, ધોબી, ઇલેક્ટ્રિકશિયન, સાયકલ રિપેર, ઓટોમોબાઇલ રિપેર, સહિત ને છૂટ મળવાની ભલામણ કરી છે.
પરંતુ તમામ કંપનીઓ પર દેખ રેખ રાખવા માટે જિલ્લા કક્ષા ની ઉચ્ચ અધિકારી ને જવાબદારી સોંપાય તેવો ભલામણ ભર્યો પત્ર લખવામાં આવ્યો છે.
એક જ શિફ્ટમાં ઓછા કારીગરો સાથે આ ઉપરોક્ત ઈન્ડસ્ટ્રીઝ ચાલુ કરી શકાશે તેમ આ પત્રમાં સૂચન કરેલ છે.
બાંધકામ સાઈટ પર શ્રમિકો જો સાઈટ પર જ રહી શકતા હોય અને આરોગ્ય લક્ષી સાવચેતીના પગલાં લેવાતાં હોય તો તેવા બાંધકામ ચાલુ રાખવાની પરવાનગી મળે.
ટ્રાન્સપોર્ટની આંતર રાજ્ય, આંતર શહેર - જિલ્લાઓ સહિત તમામ ટ્રાન્સપોર્ટ સર્વિસ ચાલુ કરી દેવાની ભલામણ કરી હતી.
આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી કામદારો પાછા ફરી શકે તેમ નથી. ત્યારે જે કારીગરો કામ પર ન આવે તેઓને પગાર - વેતનની કોઈ ગેરંટી આપી શકાતી નથી.
લોક ડાઉન દરમ્યાન અનેક રાહત પેકેજ જાહેર કરાતા રાજ્યોની તિજોરી પર ભારે ફટકો પડવાથી કેન્દ્રને ભલામણ કરવામાં આવી છે કે જો ઈન્ડસ્ટ્રીઝ ચાલુ થાય તો આર્થિક સ્થિતિમાં સુધારો આવે અને GST અને કરવેરાની આવક પણ શરૂ થઈ જશે.
આ ભલામણ પત્ર કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયની અન્ય ઇન્ડસ્ટ્રીના માંધાતા સાથે ચર્ચા કર્યા પછી લખવામાં આવેલ છે અને વડાપ્રધાને કરેલ મુખ્યમંત્રીઓ સાથેની વિડિયો કોન્ફરન્સમાં સૂચનો કરાયા હતા તે અનુસાર છે.
ઉપરાંત આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક બાદ આવતીકાલે લોકડાઉન અંગેની જાહેરાત થઈ શકે છે જેમાં તેઓ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને પોતાના રાજ્ય માટે લોકડાઉન કેટલું અને કઈ રીતે રાખવું તેનો નિર્ણય લેવાની છૂટ આપી શકે છે.
આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેલ, બસ સેવા, ફ્લાઇટ સેવા ચાલુ કરવા પર હજુ કોઈ વિચારણા નથી. અને મોલ મલ્ટિપ્લેક્સ સિનેમા શાળા કોલેજ ચાલુ થાય તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.