રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવશે. આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી મળતા રિલાયન્સ ગ્રૂપ ડાયરેકટર અને કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી છે. આ પ્રાણી સંગ્રહાલય જામનગર અને ગુજરાતને વિશ્વના ફલક ઉપર એક નવી ઓળખ અપાવશે.
પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય
ગુજરાતનાજામનગરમાં આકાર લઇ રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ રિલાયન્સઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને ‘ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ તરીકે ઓળખવામાં આવશે. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. આ પ્રાણી સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લું રહેશે અને તે વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. કોવિડ-19 રોગચાળાને કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પરંતુ, જો રોગચાળાને કારણે વધારે વિલંબ નહીં થાય તો આ પ્રોજેક્ટ બે વર્ષના સમયગાળામાં પૂર્ણ થઈ જશે તેવી અમને આશા છે.
જામનગરમાં આવેલું રેસ્ક્યુ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે અને તે આમ જનતા માટે ખૂલ્લું રહેશે નહીં. રેસ્ક્યુ સેન્ટર આર.આઇ.એલ.ની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે અને ઇજા પામેલા કે માનવ સાથે સંઘર્ષમાં આવેલા દિપડાઓ જેવા માંસાહારી પ્રાણીઓને સાચવવા માટેરાજ્ય સરકારના વન વિભાગને કરવાં આવેલી સહાય છે.
આર.આઇ.એલ.ના પરિમલ નથવાણી, જે વન્યજીવ ચાહક અને સંરક્ષક પણ છે, તેમણે જણાવ્યું હતું કે, આજકાલ માનવ અને વન્ય પ્રાણી અને તેમાંય ખાસ કરીને દિપડા જેવા માંસાહારી પ્રાણી વચ્ચે થતા સંઘર્ષ નિવારવા રાજ્યના વન વિભાગ માટે મોટો પડકાર છે. આ રેસ્ક્યુ સેન્ટર વન વિભાગને પ્રાણીઓ રાખવા માટે ઘણું જ સહાયરૂપ બનશે. એનિમલ રેસ્ક્યુ સેન્ટર રાજ્ય સરકારની સંપત્તિ છે અને આર.આઇ.એલ. જવાબદાર સત્તાવાળાઓની દેખરેખમાં તેનું સંચાલન કરશે. રેસ્ક્યુ સેન્ટર સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી (સી.ઝેડ.એ.)ની નિયમનકારી મંજૂરીઓ લઇને સ્થાપવામાં આવ્યું છે અને નિયમ અનુસાર તે જાહેર મુલાકાત માટે ખુલ્લું નહીં રહે. આ સુવિધાની જાળવણી વન વિભાગ સાથેના સંકલનમાં રહીને સી.ઝેડ.એ. દ્વારા સમયાંતરે લાદવામાં આવતા નિયમનકારી ધારાધોરણો અનુસાર કરવામાં આવશે.