ફોર્ચ્યૂન ગ્લોબલ-500 લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેશની ટોપ કંપની બની ગઈ છે. રિલાયન્સે રેન્કમાં 42 ક્રમની છલાંગ લગાવીને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(IOC)ને પાછળ છોડી દીધું છે. દુનિયાભરની કંપનીઓના લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો 106મો ક્રમ છે. IOCનો 117મો નંબર છે. જણાવી દઈએ કે ગત વર્ષે રિલાયન્સનો 148મો અને IOCનો 137મો નંબર હતો.
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો સતત 16 વર્ષથી ફોર્ચ્યૂન ગ્લોબલ-500 લિસ્ટમાં સમાવેશ થાય છે. કંપનીની રેવેન્યૂ 2018ના 62.3 અબજ ડોલરની સરખામણીએ 32.1% વધીને 83.9 અબજ ડોલર થઈ છે. બીજી તરફ IOCના રેવેન્યૂમાં 17.7%નો ગ્રોથ નોંધાયો છે. જે 65.9 અબજ ડોલરથી વધીને 77.6 અબજ થઈ ગયો હતો. ગત 10 વર્ષોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રેવેન્યૂનો કંપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ 7.2% જ્યારે IOCનો 3.64% રહ્યો છે.