સોમવારે મુંબઈ શેરબજાર શરૂ થતાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારોએ શરૂઆતની 45 મિનિટના ટ્રેડિંગમાં 20 હજાર કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. સવારે 10 વાગ્યા સુધીમાં કંપનીનો શેર 3.25% તૂટ્યો છે. શુક્રવારે બીએસઇ પર શેર 994.75 રૂપિયા પર બંધ થયો અને સોમવારે ટ્રેડિંગ દરમિયાન 961.10 સુધી ગબડ્યો હતો. શુક્રવારે કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામ પછી અપેક્ષા હતી કે રિલાયન્સના શેરમાં ઉછાળો આવશે.