રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગાંધીનગરના ચ-0, ઇન્દ્રોડા સર્કલ પર ‘ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું અનાવરણ ગુજરાતના ગૃહ તેમજ મહેસૂલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની સાથે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય એસ.કે.ચતુર્વેદી (આઇ.એફ.એસ) તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ (ઇન્ચાર્જ), ગુજરાત રાજ્ય નિત્યાનંદ વાસ્તવ (આઇ.એફ.એસ.) તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં આજે મંગળવારે કરવામાં આવ્યું હતું.
શું છે ‘ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત’ ?
‘ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) નો ભાગ છે અને તેને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગમાં સ્થાપવામાં આવ્યો છે. આર.આઇ.એલ. સામાજિક વિકાસનાં કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 5500 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે, જેમાંથી ‘ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત’ લગભગ 25,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ (કુલ 12 પ્રતિકૃતિ), દિપડા, ચોશિંગા, ચીત્તલ, અજગર, વરૂ, લંગુર, કિડીખાઉ (પેંગોલિન), ગીધ,વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી હતી.