-
ગુરૂવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચોથા કવાર્ટરના પરિણામો જાહેર થયા હતા. જેમાં ભારતની આ સૌથી મોટી અને ભરોસેમંદ કંપનીનો નેટ પ્રોફિટ 9.8 ટકા વધીને વિક્રમજનક રીતે રૂ. 10,362 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. જેમાં જિઓ મોબાઇલનો રૂ. 840 કરોડ રૂપિયાનો પ્રોફિટ પણ સામેલ છે. કંપનીએ જાહેર કરેલી વિગતો અનુસાર, કંપનીના રિટેલ બિઝનેસની આવક અંદાજે એક લાખ કરોડને પાર થઇ ગઇ છે. કંપનીની કુલ આવક 1,29,120 કરોડની સરખામણીએ 19.4 ટકા વધીને 1,54,110 કરોડ પર પહોંચી છે. જે એક રેકોર્ડબ્રેક સમાન છે. કંપનીની નાણાંકિય વર્ષ 2018-19માં કોન્સોલિડટેડ આવક 4,30,731 કરોડની સરખામણીએ 44.6 ટકા વધીને રૂ. 6,22,809 કરોડ અને નેટ પ્રોફિટ રૂ. 34,988 કરોડની તુલનાએ 13.1 ટકા વધીને 39,588 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ તેના રિટેલ અને ડીજીટલ બિઝનેસમાં ખૂબ સારા પરિણામો મેળવ્યાં છે. રિટેલ બિઝનેસ હેઠળ કાર્યરત વિસ્તાર 177 લાખ ચો.ફૂટથી વધીને 2.20 લાખ ચો.ફૂટ થયો છે. ડિજીટલ સેવાની આવક 94.5 ટકા વધીને રૂ. 46506 કરોડ પર પહોંચી છે. જીઓના ગ્રાહકોની સંખ્યા 30 કરોડ પર પહોંચી છે. દરમ્યાન રિલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમ.ડી. મુકેશ અંબાણીએ પરિણામ અંગે જણાવ્યું કે નાણાંકિય વર્ષ 2018-19માં કંપનીએ અનેરી સફળતા મેળવી છે. રિલાયન્સ રિટેલની આવક 1,00,000 કરોડને આંબી ગઇ છે. જિઓ અંગે તેમણે કહ્યું કે જીઓ હવે 30 કરોડથી વધુ ગ્રાહકો ધરાવતું બની ગયું છે. કંપનીની પેટ્રોકેમિકલ્સ બિઝનેસની કમાણી અત્યારસુધીની સૌથી વધુ રહી છે. રિલાયન્સની સંપૂર્ણ ટીમ માટે પોતાને ગર્વ અને ગૌરવ હોવાનું જણાવીને તેમણે એમ પણ કહ્યું કે તેમની રાતદિવસની મહેનત અને નિષ્ઠાને કારણે કંપનીની વર્તમાન સિધ્ધિઓનો પાયો નંખાયો હતો. પરંતુ અમે આટલેથી અટકતા નથી. હજુ ઘણી સિધ્ધિઓ મેળવવાની છે. કંપનીએ અત્યંત વોલેટાઇલ એનર્જી બજારોમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 39,588 કરોડ પ્રાપ્ત થયો છે.
મુકેશ અંબાણીની સફરઃ
શરૂઆતઃ 1977માં રિલાયન્સના બોર્ડમાં જોડાયા, 2002માં ગ્રુપના ચેરમેન બન્યા, 2005માં ભાગ પડ્યા બાદ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર
-ભાગ પડ્યા તે સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપઃ 2005માં 96,668 કરોડ રૂપિયા
-2005માં અંબાણીની નેટવર્થઃ 48,601 કરોડ રૂપિયા
-મુખ્ય કારોબારઃ ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પ લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિયલ -ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, રિલાયન્સ જિયો, રિલાયન્સ નેટવર્ક 18, રિલાયન્સ LYF, મુંબઈ ઈન્ડિયન્સ
-રિલાયન્સની હાલની માર્કેટ કેપઃ 8.76 લાખ કરોડ રૂપિયા
-મુકેશ અંબાણીની હાલની નેટવર્થઃ 3.81 લાખ કરોડ રૂપિયા