ટેલિકોમ ઓપરેટર કંપની રિલાયન્સ જિયોએ મૂડી ખર્ચના ફંડ માટે જાપાનની બેંકથી સામુરાઇ ટર્મ લોન તરીકે રૂ.3,250 કરોડ એકત્ર કરવા કરાર કર્યો છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે 7 વર્ષની મર્યાદા સાથે આશરે JPY 53.5 બિલિયન સામુરાઇ ટર્મ લોન માટે કરાર કર્યો છે. આ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા ગેરન્ટી અપાઈ છે અને ફંડનો ઉપયોગ રિલાયન્સ જિયોના ચાલુ મૂડી ખર્ચ માટે કરાશે.