દેશની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપિટલાઈઝેશનની બાબતમાં ફરી એકવાર દેશની સૌથી મોટી કંપની બની છે. કંપનીનું માર્કેટ કેપ ગુરુવારને રૂ.8 લાખ કરોડને વટાવી ગયું હતું. ગુરુવારે શેરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર જેવો રૂ. 1262ની રેકોર્ડ ઊંચાઈને સ્પર્શી ગયો ત્યારે કંપનીનું બજારમૂલ્ય વધીને રૂ.8 લાખ કરોડથી વધી ગયું હતું.