રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણી લડશે. આંધ્ર પ્રદેશની વાયએસઆર કોંગ્રેસ સરકારે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પરિમલ નથવાણીના નામની સત્તાવાર જાહેરાત કરી છે.
જે બાદ પરિમલ નથવાણીએ ટ્વીટર પર આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીનો આભાર માન્યો છે તેમજ આંધ્ર પ્રદેશના પ્રજાજનોની સેવા કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી. અહીં મહત્વનુ છે કે, પરિમલ નથવાણી વર્ષ 2008 અને વર્ષ 2014માં એમ છેલ્લી બે ટર્મથી ઝારખંડથી ચૂંટણી લડી રાજ્યસભાના સાંસદ બન્યા હતા.