ટેલિકોમ સેક્ટરમાં ધરમૂળથી પરિવર્તન લાવ્યા બાદ હવે મુકેશ અંબાણી ઇ-કોમર્સ સેક્ટરના શિખર સર કરવા માટે સજ્જ થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માય જિયો માર્ટની શરૂઆત કરી છે અને આ દ્વારા તે દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપશે. જિયોમાર્ટમાં રજિસ્ટ્રેશન માટે કંપનીએ તેના જિયો યુઝર્સને આમંત્રણ મોકલવાનું શરૂ કરી દીધું છે. જિયો માર્ટને ‘દેશની નવી દુકાન’ કહી શકાય. જિયો માર્ટની શરૂઆત મુંબઇના નવી મુંબઇ, ઠાણે અને કલ્યાણથી થશે.
નોંધનીય છે કે, થોડાંક મહિના પૂર્વે જ રિલાયન્સ ગ્રૂપે પોતાના નવા બિઝનેસ પ્લાનની જાહેરાત કરી હતી. જેમાં કંપની માટે 700 અબજ ડોલરની તક હોવાનું જણાવાઇ રહ્યું છે.
જિયોમાર્ટ એપ ટૂંકમાં લોન્ચ થશે
રિલાયન્સ રિટેલે સત્તાવાર રીતે તેના લોન્ચિંગની જાહેરાત કરી દીધી છે અને કહ્યું છે કે, આગામી સમયમાં તેનું વિસ્તરણ કરાશે. આ સંદર્ભમાં એક અધિકારીએ કહ્યું કે, અમે જિયો માર્ટને લોન્ચ કરી દીધું છે. આ માટે જિયો યુઝર્સને ડિસ્કાઉન્ટની માટે રજિસ્ટ્રેશન કરવા આમંત્રણ મોકલાયું છે. ટૂંક સમયમાં કંપની દ્વારા જિયો માર્ટ એપ પણ લોન્ચ કરવામાં આવશે.