કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ પીએમ કેયર્સ ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી ફંડમાં 5-5 કરોડ આપવાની તૈયારી બતાવી છે. એટલુંજ નહીં આગલા 10 દિવસ સુધી 5 લાખથી પણ વધુ લોકોને ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની વાત રિલાયન્સ તરફથી કરવામાં આવી છે.
તે સિવાય હેલ્થકેર સાથે જોડાયેલા કર્મચારીઓને દરરોજ એક લાખ માસ્ક પહોંચાડવાની જોગવાઇ કંપનીએ કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે કોવિડ-19 પડકાર સામેના ભારતના પ્રતિસાદને સહાયરૂપ બનવા માટે પ્રતિબધ્ધ છે અને જ્યાં સુધી આ પડકાર પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સહાયને વધારે મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે ભારત કોરોના વાયરસની કટોકટી પર ખૂબ જ ઝડપથી વિજય પ્રાપ્ત કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સમગ્ર ટીમ આ કટોકટીની પળે દેશની સાથે છે અને કોવિડ-19 સામેની લડાઇને જીતવા માટે બધું જ કરી છૂટશે.”
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે રાષ્ટ્ર એક થઇ રહ્યું છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે અમે તમામ લોકો આપણા દેશવાસીઓ અને મહિલાઓની સાથે છીએ, ખાસ કરીને ફ્રંટલાઇન પર રહેલા લોકોને અમારો સંપૂર્ણ સહયોગ પૂરો પાડવા માટે પ્રતિજ્ઞા લઇએ છીએ. અમારા ડોક્ટરો અને સ્ટાફે ભારતની પ્રથમ કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં મદદ કરી છે અને કોવિડ-19ની સઘન ચકાસણી, પરીક્ષણ, બચાવ અને સારવારમાટે અમે સરકારને મદદ કરવા માટે પ્રતિબધ્ધ છીએ.”
ઉલ્લેખનીય છે કે, અગાઉ માત્ર 2 અઠવાડિયામાં કોવિડ-19 હોસ્પિટલ રિલાયન્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેમાં 100 બેડની વ્યવસ્થા છે.