રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ 2021 પહેલા નેટ ડેબ્ટ ફ્રી એટલે દેવામુક્ત થવાના લક્ષ્યને હાંસલ કરી લીધો છે. RIL ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે તેની જાહેરાત કરી છે. કંપનીએ છેલ્લા 58 દિવસોમાં 1,68,818 કરોડ રૂપિયા મેળવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રાઈટ ઇશ્યૂ અને ડિઝિટલ શાખામાં રોકાણ દ્વારા આ રકમ મેળવી છે.
આ અંગે શુક્રવારે મુકેશ અંબાણીએ જણાવ્યુ કે, મને જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે શેરધારકોને કરેલો વાયદો પૂરો થઈ ગયો છે. આ વાયદો અમે 31 માર્ચ 2021ના પોતાના નક્કી કરેલા કાર્યક્રમ પહેલા જ પૂર્ણ કરી રિલાયન્સ નેટને દેવા મુક્ત કરી દીધી છે.
આ સમાચાર બાદ શુક્રવારે NSE પર રિલાયન્સના શેર 1684 રૂપિયા વિક્રમી સ્તરે પહોંચ્યા હતા. તેનાથી કંપનીને માર્કેટ કેપમાં પણ મોટો વધારો થયો છે. આરઆઈએલની માર્કેટકેપ વધી 10.64 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુરુવારે Jio પ્લેટફોર્મમાં 11માં રોકાણની જાહેરાત કરી. ગત 9 અઠવાડિયામાં સતત 10 રોકાણકારો પછી સાઉદી અરબની સોવરેન વેલ્થ ફંડ PIF 2.32 ટકા ભાગીદારી માટે જિયો પ્લેટફોર્મમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
કંપનીના નિવેદન મુજબ, છેલ્લા 28 દિવસોમાં Jio પ્લેટફોર્મમાં થયેલા રોકાણ દ્વારા કંપનીએ 115,693.95 રૂપિયા મેળવ્યા છે. જ્યારે 53,124.20 કરોડ રૂપિયા રાઇટ્સ ઇશ્યૂ દ્વારા મેળવ્યા છે.