કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર પાંચ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધ મૂક્યો છે. સેબીએ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય અધિકારીઓ સહિત ૨૪ અન્ય લોકો પર પણ આ પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય અનિલ અંબાણી પર સેબીએ રૂ. ૨૫ કરોડનો દંડ પણ ફટકાર્યો છે અને ૫ વર્ષ માટે કોઈપણ લિસ્ટેડ કંપની અથવા સેબીમાં નોંધાયેલ કોઈપણ મધ્યસ્થીમાં ડિરેક્ટર અથવા 'મુખ્ય સંચાલકીય કર્મચારી' પદ પર ન રહેવાનો હુકમ ફરમાવ્યો છે.