ગ્રુપ કંપનીઓના શેરમાં કડાકો બોલ્યા બાદ રોકાણકારોમાં ફેલાયેલા ચિંતાના મોજાને વિખેરતા રિલાયન્સ ગ્રુપ ચેરમેન અનિલ અંબાણીએ કહ્યું કે અમારૂ ગ્રુપ ભવિષ્યમા બધું દેવું સમયસર ચૂકવી આપવા માટે પ્રતિબદ્ધ છે. ગત ૧૪ મહિનામાં અમે સંપત્તિઓનું વેચાણ કરીને ૩૫,૪૦૦ કરોડનું દેવું ચુકવી દીધું છે. મીડિયા સાથે વાત કરતા અંબાણીએ રોકાણકારોને ભરોસો આપ્યો કે રિલાયન્સ ગ્રુપ બાકી તમામ દેવાની સમયસર ચુકવણી કરતું રહેશે. અંબાણીએ એવો પણ દાવો કર્યો કે ફાઈનાન્સિયલ સિસ્ટમમાં વ્યાપ્ત ઉદાસિનતાને કારણે રિલાયન્સને ગ્રુપ તથા રોકાણકારોને ઘણું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ગત થોડા અઠવાડિયા દરમિયાન ગેરવ્યાજબી અફવાઓ, અટકળો અને રિલાયન્સ સમૂહની કંપનીઓના શેરમાં ઘટાડાને કારણે અમારા તમામ શેરધારકોને ઘણું નુકશાન થયું છે. ગ્રુપને બદલવાની યાત્રા શરૂ થઈ ચુકી છે જેમાં મૂડીને ઓછી રાખવા, ઓછી લોન લેવા તથા શેર પર ઊંચું વળતર આપવાનું વચન સામેલ છે.