કોરોના કાળમાં વિશ્વભરની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. વેપાર-ધંધા ઠપ્પ રહેવાના કારણે કંપનીઓને જંગી નુકસાન વેઠવું પડી રહ્યું છે. જોકે આ સંકટના સમયે પણ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ગ્રુપને પોતાનો ડંકો વગાડ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ વિશ્વની એવી 100 કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે, જેમણે કોરોનાના કપરા કાળમાં પણ ગ્રોથ કર્યો છે અને કંપનીની વેલ્યુએશનમાં વૃદ્ધિ થઈ છે.
ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, કોરોના કાળમાં પણ ગ્રોથ કરનારી કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 89માં ક્રમે છે. રિલાયન્સ ભારતની એક માત્ર એવી કંપની છે, જે આવા કપરા કાળમાં ગ્રોથ કરનાની ટોપ-100 કંપનીઓની યાદીમાં સામેલ છે.
ફેસબૂક તરફથી અંદાજે 10 ટકા ભાગીદારી ખરીદવામાં આવ્યા બાદ તેજી જોવા મળી છે. એ પછી અન્ય અનેક ગ્લોબલ કંપનીઓના રોકાણે રિલાયન્સ Jio સહિત સમગ્ર ગ્રુપને નવી ઊંચાઈ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
રિલાયન્સ ગ્રુપની ટેલિકૉમ કંપનીની સફળતાને આ આંકડાથી પણ સમજી શકાય છે કે, 22 એપ્રિલ બાદ અત્યાર સુધી કંપનીને 1,17,588 કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત થયું છે. શુક્રવારે જ અમેરિકન સેમીકંડક્ટર કંપની ઈન્ટેલે રિલાયન્સ Jioમાં 1894.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.