જે શિક્ષકોએ સેન્ટા (CENTA)ના ટીચીંગ પ્રોફેશનલ્સ ઓલિમ્પીયાડ (ટીપીઓ)2018માં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરતી હતી તેમનું રિલાયન્સ ફાઉન્ડેશને 1000 જેટલા શિક્ષકોને રિલાયન્સ ફાઉન્ડેશન ટીચર એવોર્ડઝથીનવાજીને સન્માન કર્યું છે.
સેન્ટા ટીપીઓ 2018ના વિજેતાને સમૂહને ટીપીઓની 5મી આવૃત્તિના રાષ્ટ્રીય પ્રારંભને પગલે વિવિધ સંગઠનોના અગ્રણીઓની હાજરીમાં યુનેસ્કો, યુનિસેફ, સીબીએસઈ બોર્ડના સભ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિલાયન્સ ફાઉન્ડેશને સેન્ટર ફોર ટીચર એક્રીડિટેશન (સેન્ટા) સાથે ભાગીદારી કરીને રિલાયન્સ ફાઉન્ડેશન ટીચર એવોર્ડની હવે પછીની આવૃત્તિની જાહેરાત કરી છે અને સેન્ટા ટીપીઓ 2019 મારફતે પ્રતિભાઓને ઓળખી કાઢવાની યાત્રાને ચાલુરાખવા માગે છે જેમાં આ રાષ્ટ્રીય સ્પર્ધાના 1000 વિજેતાઓમાંથી પ્રત્યેકને રોકડ ઇનામ અને પ્રમાણપત્રોથી નવાજવામાં આવશે.
સેન્ટા ટીચીંગ પ્રોફેશનલ્સ ઓલિમ્પીયાડ (ટીપીઓ) 2019 14 ડિસેમ્બર 2019ના રોજ ભારતભરમાં 75 શહેરોમાં તેમજ દુબઇ અને અબુધાબીમાં પણ યોજાશે. ટીપીઓ 2019 પ્રાથમિકથી સિનીયર સેકંડરી સુધી 23 વિષયોમાં ઉપલબ્ધ રહેશે.
રિલાયન્સ ફાઉન્ડેશન શિક્ષકના વ્યવસાયને મહત્ત્વાકાંક્ષીય વ્યવસાય બનાવવાના હેતુથી વ્યાવસાયિક વિકાસ માટે તકો પૂરી પાડવા માટે ડિજીટલ પ્લેટફોર્મનો લાભ ઉઠાવવા માગે છે અને તે રીતે ભારતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણમાં વધારો કરવા માગે છે.
આ પ્રસંગે બોલતા શ્રીમતી ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, "રિલાયન્સ ફાઉન્ડેશન ટીચર્સ એવોર્ડ્સ મારફતે ઉદાહરણરૂપ શિક્ષકોની મહેનત અને સમર્પિત પ્રયત્નોને ઓળખી કાઢવાનો અમને ગર્વ છે. શિક્ષકો આપણા રાષ્ટ્રના ભવિષ્યને આકારઆપવા માટે નાના બાળકોને જરૂરી કુશળતાઓ સાથે સજ્જ કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવે છે. રિલાયન્સ ફાઉન્ડેશન શિક્ષકોને તેમની કુશળતાઓ વિકસાવવામાં અને મજબૂત બનાવવામાં ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે જેથી ભારતભરમાં શિક્ષણ પુરૂં પાડવાની વ્યવસ્થામાં સુધારો લાવવામાં મદદ કરી શકાય.
સેન્ટર ફોર ટીચર એક્રીડીટેશન (સેન્ટા)ના સ્થાપક અને સીઇઓ શ્રીમતી રમ્યા વેંકટરામને જણાવ્યું હતું કે,”સેન્ટા ટીપીઓ શ્રેષ્ઠ શિક્ષકોની રાષ્ટ્રીય ઓળખ માટે એક પ્લેટફોર્મ ઊભું કરવાનો આશય રાખે છે – તે શિક્ષણને મહત્વાકાક્ષીય બનાવવાના બહોળા મિશનમાં મૂળભૂત ભૂમિકા બજાવે છે.”
સેન્ટા ટીપીઓ ચાલુ વર્ષે 14 ડિસેમ્બર 2019ના રોજ યોજાનાર છે અને દેશભરના શિક્ષકો માટે રજિસ્ટ્રેશન ખુલ્લુ છે.
રિલાયન્સ ફાઉન્ડેશન વિશેઃ
રિલાયન્સ ફાઉન્ડેશન (આરએફ), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સખાવતી સંસ્થા છે. જેનો હેતુ નવીન, વૃદ્ધિલાયક અને ટકાઉ ઉકેલો મારફતે રાષ્ટ્રના વિકાસ પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ઉત્પ્રેરક ભૂમિકા બજાવવાનો હેતુ ધરાવે છે. સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીના નેજા હેઠળના RF પ્રસ્થાપિત ફેરફારો પૂરા પાડવા માટે અથાગપણે કામ કરે છે જેથી એકંદરે સુખાકારી અને જીવનની ઉચ્ચ ગુણવત્તાની ખાતરી કરી શકાય. ભારતની સૌથી મોટી સામાજિક પહેલમાંથી RFએ રાષ્ટ્રના રૂરલ ટ્રાન્સફોર્મેશન, એજ્યુકેશન અને સ્પોટ્સ (ઇએસએ), ડિઝાસ્ટર રિસ્પોન્સ, અર્બન રિન્યુઅલ અને આર્ટ્સ, કલ્ચર અને હેરિટેજ જેવા વિસ્તારોમાં વિકાસ પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ફાઉન્ડેશને ભારતભરમાં 18,000થી વધુ ગામડાઓ અને વિવિધ શહેરી સ્થળોમાં 29 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શ કર્યો છે.
સેન્ટા વિશેઃ
2014માં સ્થપાયેલ સેન્ટર ફોર ટીચર એક્રીડિટેશન (સેન્ટા) શિક્ષકોને સક્ષમ બનાવવા માટે અને સેન્ટા સર્ટિફિકેશન અને માઇક્રો-ક્રેડેન્શિયલ્સ મારફતે તેમના વ્યાવસાયિક વિકાસને વેગ આપે છે, જે ઊંચા ધોરણઓમાં રહેલી સ્પર્ધાત્મકતાના માર્કેટ આધારિત સર્ટિફિકેશન છે, જે રેકોગ્નીશન, કરિયર અને વ્યાવસાયિક વિકાસમાં મોટી તકો સાથે શ્રેષ્ઠ ઉમેદવારોને જોડે છે. 2000થી વધુ શહેરોમાં, ટાઉન અને ગામડાઓથી આશરે 50,000 ટીચર્સ અને ભારતભરમાં 5000થી વધુ શાળાઓ પહેલેથી સેન્ટા સાથે સંકળાયેલી છે. સેન્ટા ટીપીઓ 2019નું રજિસ્ટ્રેશન www.centa.org પર ખુલ્લુ છે.