કર્મવીર જ્યંતીલાલ બારોટ ના સ્મૃતિગ્રંથ ના વિમોચન નિમિતે રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે જ્યંતીલાલ બારોટ કરેલ કાર્યોની પ્રશંસા કરતા કહ્યું કે જયંતીલાલ બારોટ ની સેવા ની:સ્વાર્થ હતી. મોટા પદ અને રાજકરણમાં રહીને પણ તેઓ ઈમાનદાર રહ્યા અને કોઈ પ્રલોભનમાં ન આવ્યા. પોતાના જીવનના અંત સુધી તેઓ લોકોને કંઇક ને કંઇક અને ખાસ કરીને પ્રેરણા આપતા ગયા. તેમણે આશા વ્યક્ત કરીકે ભારત એકવાર ફરી વિશ્વગુરુ બનશે અને રામ રાજ્ય ફરી આવશે.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક વક્તવ્ય શ્રી સંજીવ મહેતા દ્વારા આપવામાં આવ્યું જેમેણે આ સ્મૃતિગ્રંથ ની રચના નો વિચાર થી લઈને તેના અસ્તીસ્ત્વ સુધીની વાત કરી અને પોતાના સંસ્મરણો પણ વાગોળ્યા. આ ઉપરાંત પૂર્વ-DYSP શ્રી તરુણ બારોટે પણ સ્વ, જયંતીલાલ બારોટ સાથેના પોતાના અનુભવો વર્ણવ્યા.
તેમના જૂના જનસંઘ સાથીદાર તેમજ રાજકીય સાથીદાર એવા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ શિક્ષણ મંત્રી –ગુજરાત રાજ્ય) એ સ્વ. જ્યંતીલાલ બારોટ સાથે રહી ને કરેલ કાર્યો અને જયંતીલાલ બારોટ સાથેના તેમના સ્મરણો તાજા કર્યા.
તેમજ આ કાર્યક્રમ માં ઉપસ્થિત તેમના સાથીદાર અને વરિષ્ઠ પ્રચારક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ શ્રી સુરેશકુમાર જૈનએ કહ્યું કે જયંતીકાકા નું જીવન એક પુસ્તકમાં ન સમાવી શકાય તેટલું વિશાળ હતું. તેમણે જયંતીકાકા સાથેનો પોતાનો ટ્રેન માં થયેલ પરિચય અને પહેલા જ પરિચયમાં તેમના દ્વારા મળેલ આત્મીયપૂર્ણ વ્યવહાર વિશે વાત કરી. તેઓએ ઉમેર્યું કે કાકા એ કયારેય નકારાત્મક વાત નથી કરી અને હમેશા હકારાત્મક વાત કરી છે.
આ ઉપરાંત વિશ્વ વેદાંત સમિતિના પ્રમુખ શ્રી આનંદ મહારાજે કહ્યું કે આજના નેતાઓમાં સ્વ.જયંતિલાલ બારોટની તુલનામાં આવે ઓવું દૂર દૂર સુધી કોઈ નથી અને આવા બીજા નેતાઓ થઇ જાય તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું ભારત સુપર પાવર બની શકે.
સાથે સાથે નારાયણ આશ્રમના શ્રી નારાયણ સ્વામી, પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્મા, વિશ્વ કલ્યાણ સમિતિના પીનાકીનભાઈ જાની, ભગવાન દાસ પંચાલ, શ્રી. પ્રવીણ કે. લહેરી (પૂર્વ મુખ્ય સચિવ. ગુજરાત રાજ્ય) પણ હાજર રહ્યા.
તે દરેકે સ્વ, જયંતીલાલ બારોટ વિષે એક સ્વરમાં કહ્યું કે “જયંતિલાલ બારોટ જેવા માણસ ખૂબ ઓછા હોય છે” અને આવા માણસના જીવ કવન પર આધારિત પુસ્તક દરેકને પ્રેરણા આપશે.
કાર્યક્રમ ના સમાપન વકત્યવ્ય માં જયંતીલાલ ના સુપુત્ર શ્રી તરૂણ બારોટે આમંત્રિત મહેમાનો અને શ્રોતાઓનો આંભાર માન્યો. તેઓએ ભાવુક થતાં ઉમેર્યું કે ૪૭ વર્ષના પપ્પા સાથે મારા સમયકાળમાં મને જેટલું જાણવા મળ્યું તેનાથી વધુ તો આ Smrutigranth બનવાના ૬ માસ દરમિયાન જાણવા મળ્યું.