આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'બંને દેશો વચ્ચે સંબંધ મહત્વપૂર્ણ છે પરંતુ પહેલા બોર્ડર વિવાદ ઉકેલવાની જરૂર છે.' જાણીતા મેગેઝીન ન્યૂઝવીકને આપેલા ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ આ વાત કહી. આ સિવાય તેમણે જમ્મુ કાશ્મીર પર પણ ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં લોકોના જીવનમાં શું બદલાવ આવ્યો છે તેને લઈને ખુલીને વાત કરી. ન્યૂઝવીકને આપેલા ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખીણમાં બંધ, વિરોધ અને પથ્થરમારો અતીતની વાત છે.