ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે સરહદી વિવાદ સહિતના વિવિધ મુદ્દે ત્રણ કલાક સુધી વાતચીત થઈ હતી. એ દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એલએસીનો વિવાદ ઉકેલાશે નહીં ત્યાં સુધી ભારત-ચીન વચ્ચે સંબંધો સામાન્ય થશે નહીં. ભારત ચીન સાથે સંબંધો સ્થિર કરવા માગે છે, પરંતુ એ માટે સરહદે શાંતિ સ્થપાય તે જરૂરી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે પણ ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી. દોભાલે વિવાદિત સ્થળોએ સૈન્યને પાછું ખેંચવાની રજૂઆત કરી હતી.