સુપ્રીમ કોર્ટે સમાન જાતિના લગ્ન મામલે આપેલા ચુકાદા પર પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રેકોર્ડમાં કોઇ પણ ખામી દેખાતી નથી અને નિર્ણયમાં વ્યક્ત કરાયેલા વિચાર કાયદા મુજબના છે અને આમાં કોઇ પણ પ્રકારની દખલગીરી યોગ્ય નથી. જસ્ટિસ બીઆર ગવઇ, જસ્ટિસ સુર્યંકાત, જસ્ટિસ બીવી નાગરત્ના, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ દીપાંકર દત્તાની સંયુક્ત બેન્ચે આ ચુકાદો આપ્યો છે.