રૂપિયા 5000 કરોડની લોન ડિફોલ્ટ કર્યા પછી ફેશન બ્રાન્ડ રીડ એન્ડ ટેલર અને તેની પેરેન્ટ કંપની એસ. કુમાર્સ નેશનવાઈડે નાદારી માટે કોર્ટનું શરણુ લીધુ છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સહિતના અગ્રણીઓ રેડ એન્ડ ટેલરની જાહેરાત કરી ચૂક્યા છે. એસ. કુમાર્સ નેશનવાઈડના પ્રમોટર નીતિન કાસલીવાલને મોટાભાગની બેંકો તથા અન્ય નાણાકીય સંસ્થાઓએ વિલફુલ ડીફોલ્ટર ઘોષિત કર્યા છે.