જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવાયા બાદ પાડોશી દેશ પાકિસ્તાન રઘવાયું થયું છે. આ વચ્ચે પાકિસ્તાન આખી દુનિયામાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. જોકે, હાલમાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય મંચે પાકિસ્તાનનો સાથ નથી આપ્યો. આ બધી ગતિવિધિ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને જમ્મુ-કાશ્મીરને લઈને એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ ખુલાસા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
રેહમ ખાને પાકિસ્તાનના પીએમ પર ગંભીર આક્ષેપ લગાવ્યો કે તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુપ્ત કરાર કર્યો છે. રેહમે દાવો કર્યો કે આ ડીલ ભારતના વડાપ્રધાનને ખુશ કરવા માટે કરવામાં આવી હતી. આ જ કારણે ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે કોઈ ઠોસ પગલાં નથી ભરી રહ્યા.
રેહમે વધુ કહ્યું કે અમને શરૂઆતમાં શીખવાડવામાં આવ્યું હતું કે કાશ્મીર બનશે પાકિસ્તાન. હું કહીશ કે કાશ્મીરને વેચી દેવામાં આવ્યું છે. રેહમે કહ્યું કે પાંચમી ઓગસ્ટના રોજ ભારતના નિર્ણય પછી મને મારી ટીમના સભ્યનો ફોન આવ્યો હતો. ટીમના સભ્યએ કહ્યુ હતું કે મેડમ, તમે જે કહ્યું હતું તે સાચું સાબિત થઈ રહ્યું છે. આના પર રેહમે જવાબ આપ્યો હતો કે પ્રાર્થના કરો કે આવું ન થાય."
ઈમરાન ખાનની પૂર્વ પત્ની વધુ કહ્યું હતું કે મેં ગત ઓગસ્ટમાં જ આવું કહ્યું હતું. ભારતીય વડાપ્રધાન મોદીએ કલમ 370 હટાવવાની હતી, આ કામ તેમણે કર્યું. લોકોએ જે કામ માટે તેમને પ્રચંડ બહુમતિથી જીતાડ્યાં હતાં તે કામ તેમણે કરી બતાવ્યું છે.