બ્રિટનમાંથી ઉદ્દભવેલા કોરોના વાઇરસના નવા પ્રકારનો ભારતમાં પ્રસાર થઇ રહ્યો છે કે કેમ તે ચકાસવા કોવિડ-૧૯ પરના નેશનલ ટાસ્ક ફોર્સે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મળતા પોઝિટિવ કેસમાંથી પાંચ ટકાનું ફરજિયાત જિનોમ સિક્વન્સિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના નવા ઉદ્દભવતા સ્ટ્રેનની ચકાસણી માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના નેજા હેઠળ જિનોમ સર્વેલન્સ કોન્સોર્ટિયમની રચના કરાઇ છે.
બીજી બાજુ દેશમા જાન્યુઆરી મહિનાથી કોરોનાની રસી આપવાના અભિયાનનો પ્રારંભ કરવાના લક્ષ્યાંક સાથે સોમવારથી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત, પંજાબ, આંધ્રપ્રદેશ અને આસામમાં કોરોના રસીકરણનું રિહર્સલ શરૂ કરાશે.
આ કવાયત ૨૮ અને ૨૯ ડિસેમ્બર એમ બે દિવસ જારી રહેશે. દરેક રાજ્યના બે જિલ્લામાં રસીકરણનું રિહર્સલ કરાશે. કો-વિન એપ દ્વારા રીઅલ ટાઇમ મોનિટરિંગ સહિતની યોજના કેટલા અંશે સફળ થશે તે આ રિહર્સલ દરમિયાન ચકાસવામાં આવશે.