ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)ના એક આદેશ પ્રમાણે દક્ષિણ ભારતની ડેરી પ્રોડક્ટ બનાવતી સહકારી કંપનીઓને દહીંના પેકેટમાં હિંદીમાં 'દહીં' લખવાનું કહ્યું હતું. એ પછી તમિલનાડુના મુખ્યમંત્રીએ એ મુદ્દે કેન્દ્રની ઝાટકણી કાઢી હતી.
દહીં શબ્દ હિન્દી છે અને સરકારી એજન્સી દક્ષિણ ભારતમાં પણ હિન્દી ભાષા થોપવાનો પ્રયાસ કરે છે એવો આરોપ તમિલનાડુના મુખ્યમંત્રી એન કે સ્ટાલિને લગાવ્યો હતો. તમિલનાડુની સહકારી દૂધ ઉત્પન્ન એજન્સી આવિનને એફએસએસએઆઈના અધિકારીઓએ દહીંના પેકેટમાં દહીં શબ્દ લખવાનું કહ્યું હતું. આ સહકારી એજન્સી અત્યાર સુધી દહીં માટે પ્રચલિત સ્થાનિક ભાષાનો શબ્દ તાયર લખતી હતી. સહકારી સંસ્થાએ હિન્દી શબ્દ દહીં ન લખવાનો વળતો જવાબ આપ્યો હતો.