કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સતત ઘટી રહેલા GDP અને અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિને લઈ મોદી સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના રિપોર્ટ બાદ તો ભારતની ઘટતી અર્થવ્યવસ્થાને લઈને ચિંતા વધી ગઈ છે. તેને લઈને રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો.’
રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાના ટ્વીટમાં ભારતની સામે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સ્થિરતાને લઈ કેન્દ્ર પર નિશાન સાધ્યું. તેઓએ ટ્વીટ કર્યું, ‘બીજેપી સરકારની વધુ એક જોરદાર ઉપલબ્ધિ. પાકિસ્તાન અને અફઘાનિસ્તાને પણ આપણાથી સારી રીતે કોવિડને હેન્ડલ કર્યો.’ નોંધનીય છે કે IMFના રિપોર્ટમાં આ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપો ગ્રોથમાં 10 ટકા ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતની વૃદ્ધિ બાંગ્લાદેશથી પણ ઓછી રહેવાની છે.