ભારતીય જનતા પક્ષની સરકારે પોસ્ટની નાની બચત યોજનાના ત્રિમાસિક વ્યાજ દરમાં ૦.૪ ટકાથી માંડીને ૦.૯ ટકા સુધીનો જંગી ઘટાડો કરીને બચત પરના વ્યાજની આવક પર નભતા લોકોને મોટો ફટકો માર્યો છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં આપવામાં આવતા વ્યાજના દર પણ ૭.૪ ટકાથી ઘટાડીને ૬.૫ ટકા કરી દીધા છે. જોકે ૩૦મી જૂન ૨૦૨૧ના પૂરા થતાં ત્રિમાસિક ગાળા માટેના પબ્લિક પ્રોવિડન્ટ ફંડની સ્કીમ પર આપવામાં આવતા વ્યાજના દર ૭.૧ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા એટલે કે ૦.૭ ટકા ( સો રૂપિયે ૭૦ પૈસા) ઘટાડી દીધા છે. માસિક આવક યોજનામાં આપવામાં આવતા વ્યાજના દર ૬.૬ ટકાથી ઘટાડીને ૫.૭ ટકા કરી દીધા છે. એક વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજ દર ૫.૫ ટકાથી ઘટાડીને ૪.૪ ટકા કરી દીધા છે. મુદતી થાપણના વ્યાજદરમાં ૧.૧ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. સેવિંગ બૅન્ક એકાઉન્ટના વ્યાજદર ૩.૫ ટકા કરી દીધા છે.