આવકવેરા વિભાગે રાજસ્થાનના પ્રધાન રાજેન્દ્ર યાદવ અને તેમના પરિવારજનોને પરિસરોમાં દરોડા પાડયા હતાં. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ટેક્સ ચોરીની તપાસ કરવા માટે આ દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા જયપુર અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પાડવામાં આવ્યા હતાં. રાજ્યના ગૃહ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ કોટપુટિલ અને ઉત્તરાખંડમાં બિઝનેસ પરિસરો અને નિવાસ સ્થાનોમાં દરોડા પાડી રહ્યું છે. તેમણે જણાવ્યું છે કે શા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે તે જણાવવામાં આવ્યું નથી. કોટપુટિલ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય યાદવ અને તેમના પરિવારજનો ખાતર, અનાજ અને સિમેન્ટ માટેની બેગનું મેન્યુફેકચરિંગના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેઓ લોટ અને કઠોળ જેવી ખાદ્ય વસ્તુઓના બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે.