રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે અને મેઘરાજા ફરી એકવાર અનેક જિલ્લાને ઘમરોળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે