Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજય મંત્રી, શિપિંગ.

એક આધુનિક જહાજનું આયુષ્ય 25 થી 30 વર્ષ હોય છે. મહા શક્તિશાળી મોજાઓનો સામનો કરીને સૈંકડો યાત્રાઓ બાદ જહાજ પોતાના અંતિમ મુકામે પહોંચે છે. જ્યારે એક જહાજનું જીવન સમાપ્ત થાય એ પછી જહાજનું રીસાઈકલીંગ શરું થાય છે. શીપ રીસાઈકલીંગ એક પ્રકારે શીપને ડિસ્પોઝ કરવાની ઘટના છે જેમાંથી કાચો માલ શીપમાંથી કાઢવામાં આવે છે. આ ઘટનાને શીપ ડિસ્મેટલીંગ અથવા શીપ બ્રેકીંગના રૂપમાં પણ ઓળખાય છે. રીસાઈકલીંગથી જહાજમાંથી જુદા-જુદા પ્રકારના મટીરીયલ્સ મળે છે ખાસ કરીને સ્ટીલ મળે છે અને એને બીજા સ્વરૂપોમાં પરિવર્તિત કરવામાં આવે છે.
ફિક્ચર અને અન્ય ઉપકરણ એમના આકાર અને સ્થિતિના આધારે એમને જહાજ પર ફરીવાર ઉપયોગમાં કરવામાં આવે છે. દરેક પ્રકારના ઘરેલું સામાન જેમકે ડ્રોઈંગરૂમ અને ડાઈનીંગરૂમમાં ફર્નીચર, દરવાજા, અલમારી, પંખા, વોશીંગ મશીન, સેનેટરી ફિટીંગ્સ જેવા સામાનને જહાજમાંથી કાઢી મોંઘા ભાવે વેચવામાં આવે છે. આ કારણોથી જ્યારે જહાજનું આયુષ્ય સમાપ્ત થાય છે ત્યારે એમને તોડવાના બદલે એની સાફ સફાઈ કરીને એને રીસાઈકલ કરવામાં આવે છે. જહાજોના 90 થી 95 ટકાથી વધારે પાર્ટ્સને ઠીક કરવામાં આવે છે અને ફરીવાર ઉપયોગમાં લેવાય છે, ભાગ્યે જ કોઈ ભાગને સ્ક્રેપ માટે છોડી દેવાય છે.
જહાજોમાંથી રીસાઈકલીંગ કરેલું સ્ટીલ દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતમાં સ્ક્રેપીંગ યુનિટ્સથી મળતું રીસાઈકલીંગ કરેલું સ્ટીલ દેશમાં ઉપયોગમાં લેવાતા સ્ટીલમાં 10 ટકા ફાળો આપે છે.
એક સર્વસામાન્ય તથ્ય છે કે લોહ અયસ્કથી દર 1 ટન સ્ટીલના ઉત્પાદન માટે સામાન્ય પ્રક્રિયા દરમિયાન લગભગ 6 થી 10 ટન કોલસાની જરૂર પડે છે. સ્ટીલ પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત સ્ટીલની સરખામણીમાં લોહ અયસ્ક અને કોલસા જેવા પ્રાકૃતિક સંસાધનોની ભરપાઈ કર્યા વિના જહાજ અને રીસાઈકલીંગ દ્વારા ઉત્પાદીત થયેલું સ્ટીલ પર્યાવરણને અનુકૂળ ઔદ્યોગિક પ્રક્રિયા છે.
શીપ રીસાઈકલીંગમાં સ્વાસ્થ્ય સંબંધી જોખમ રહે છે. એસ્બેસ્ટોસ, લેડ, પોલીફ્લોરાઈનેટેડ બાઈફિનાઈલ્સ અને વજનદાર ધાતુઓ જેવી સામગ્રીઓની હાજરી ખાસ કરીને જૂના જહાજોમાં જોખમનું કારણ બનતી હોય છે, જે વર્કર ભાઈઓ બહેનો માટે જીવલેણ સાબિત થાય છે. આ ઉદ્યોગમાં નિયમિતરીત થતી પ્રક્રિયાઓમાં આગ, શ્વાસ રૂંધામણ, પટકાઈ જવું, વજનદાર વસ્તુઓનું માથે પડવું, ઝેરી પદાર્થોના લીધે કેન્સર જેવી થવી કે ચામડી અને આંખો બળતરા થવી. જ્વલનશીલ પદાર્થમાંથી ધુમાડો નીકળે છે જે શ્રમિકોના સ્વાસ્થ્યમાં બાધારૂપ બને છે. જ્યારે જ્વનલશીલ ગેસને ઈંધણ ટેંકમાંથી સંપૂર્ણરીતે દૂર નથી કરાતો ત્યારે અનેક શ્રમિકો વિસ્ફોટથી ઘાયલ થાય છે. આ માટે સૌથી મહત્વની વાત એ છે કે યાર્ડ શ્રમિકો માટે વીમા અને સ્વાસ્થ્ય સંબંધી જોખમોની પ્રાથમિકતા પર ધ્યાન દેવામાં આવે છે.
પ્રાપ્ત થતાં આંકડાઓ મુજબ:
1.     વર્ષ 2012માં, લગભગ 1250 સમુદ્રી જહાજ વિશ્વભરમાં રીસાઈકલ કરવામાં આવ્યા.
2.    વર્ષ 2013 માં દુનિયાના કુલ ધ્વસ્ત જહાજોંની માત્રા 29,052,000 ટન હતી. જેમાં લગભગ 92 ટકા એશિયામાં રીસાઈકલ કરવામાં આવ્યા હતા.
3.     ભારતમાં વિશ્વના બધા જહાજોના લગભગ 30 ટકા (250 થી 280 જહાજ દર વર્ષે) શીપ રીસાઈકલીંગ કરવામાં આવે છે.
ભારત, બાંગ્લાદેશ, ચીન અને પાકિસ્તાનમાં સૌથી વધારે બજારની ભાગીદારી છે જે શીપ બ્રેકીંગ માટે ગ્લોબલ સેન્ટર છે. ગુજરાતમાં અલંગ જહાજો માટે સૌથી મોટું શીપયાર્ડ છે અને શીપ બ્રેકીંગ ઉદ્યોગને એ લીડ કરે છે. આ શીપયાર્ડ 30000 લોકોને પ્રત્યક્ષ રીતે અને લાખો મજૂરોને અપ્રત્યક્ષરીતે રોજગાર આપે છે. લાખો વ્યક્તિઓ માટે રોજગાર સર્જન રીસાઈકલીંગ ઉદ્યોગ સાથે જોડાયેલા સકારાત્મક મુદ્દાઓમાંથી એક જે આપણા દેશ માટે અત્યંત મહત્વનું છે.
રીસાઈકલીંગ ઓફ શીપ્સ બિલ 2019 ભારતમાં શીપ્સની સુરક્ષા અને ઈકો ફ્રેન્ડલી રીસાઈકલ પ્રક્રિયાને ગ્લોબલ સ્ટેંન્ડર્ડ સેટ કરવા માટે તેમજ યાર્ડ શ્રમિકોઓના સંદર્ભમાં સુરક્ષા પ્રદાન કરવા માટે લાવવામાં આવ્યું છે.
જ્યારે રીસાઈકલીંગ બિલ ઓફ શીપ્સ 2019 સંસદ દ્વારા માન્યતા મળી જશે પછી માત્ર અધિકૃત યાર્ડને રીસાઈકલીંગ માટે જહાજ આયાત કરવા માટેની પરવાનગી મળશે. શીપ સ્પેસિફિક શીપ રિસાઈકલ પ્લાન (SRP) ને  આવનારા જહાજો માટે તૈયાર કરવાની આવશ્યકતા હશે અને આવનારા જહાજને HKC અનુસાર ‘રીસાઈકલીંગ માટે તૈયાર’નું સર્ટીફીકેટ આપવામાં આવશે. ઈનિવેંટકી ઓફ હજાર્ડસ મટિરિયલ (IHM)ની સૂચી પણ અનિવાર્યરૂપે તૈયાર કરવી આવશ્યક છે.
HKCના એકીકરણ થકી બિન યુરોપીય સંઘ (EU) યાર્ડ પર પ્રતિબંધ બાબતે સરળતા રહેશે જે વર્તમાનમાં યુરોપીય સંઘના શીપ રીસાઈકલીંગ રેગુલેશન દ્વારા લગાડવામાં આવ્યા છે. જેના થકી ભારતમાં હરિત શીપ રીસાઈકલીંગ થઈ શકે. વેપારના માર્ગોને જોડી શકાશે અને જાપાન, જોર્ડન, બ્રિટન, ઈરાન જેવા દેશોના હિતને ભારતના બજારોમાં પ્રવેશ કરાવવા માટે તૈયાર કરવામાં આવશે. એના થકી આર્થીક વિકાસ અને વૃદ્ધિમાં વધારો થશે. વૈશ્વિક બજારોને વ્યાપક કરવાથી આપણા દેશમાં રોજગાર અને નોકરીની તકો વધશે. આ રીતે ભારતના જહાજ રીસાઈકલીંગ યાર્ડની બ્રાન્ડ વેલ્યુમાં વધારો કરશે અને એનાથી વેપાર પણ વધશે. એક માર્કેટ લીડરના રૂપમાં ભારતની સ્થિતિ વધારે મજબૂત થશે, નિશ્ચિંતરૂપે આ રીતે દેશની જીડીપીમાં યોગદાન અપાશે.
તાજેતરમાં જ 28 નવેમ્બર 2019 ના રોજ IMOના 31માં સત્ર દરમિયાન હોંગકોંગ કન્વેંશન માટે ધ ઈન્ટ્રુમેન્ટ્સ ઓફ ઈન્ડિયાઝ એક્સેશન IMO મહાસચિવને સોંપવામાં આવ્યું. IMOના મહાસચિવ કિટક લીમે એક્સેશનની ખૂબ પ્રશંસા કરી. ભારત દુનિયાના મુખ્ય શીપ રીસાઈકલીંગ દેશોમાંથી એક છે, આ સંધી સુરક્ષિત અને સંપૂર્ણ રીતે પર્યાવરણને અનુકૂળ જહાજ રીસાઈકલીંગ ક્ષમતાને યોગદાન આપવાની વાતને વધાવે છે.આ સંધી એક મહત્વપૂર્ણ સાબિત થશે અને વિશ્વ સ્તર પર સશક્તરીતે એચકેસીમાં પ્રવેશ કરવા માટે એક ડગલું આગળ વધી છે. નિ:સંદેહ આ વિધેયક દરેક પ્રમુખ સુધારા અને 2025 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવા તરફ મોદી સરકારની પ્રતિબદ્ધતાનો એક મહત્વનો હિસ્સો છે.
આ મહત્વના નિર્ણય સાથે ભારત સરકારે નક્કી કર્યું છે કે શ્રમિકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોનું સંચાલન કરવામાં આવે. આ ઉપરાંત વધતા જતા ગ્રીન રીસાઈકલીંગના અનુપાલનના સ્ટેટમેંટ ઓફ કંપ્લાયંસ (SOC) ની માંગણી કરનારા જહાજોના માલિકોની વધતી સંખ્યા ભારતમાં આવનારા જહાજો માટેની સુરક્ષાનો એક મુદ્દો મજબૂત બનાવશે. એમાં કોઈ શંકા નથી કે ભારત વૈશ્વિક સ્તર પર હોંગકોંગ કન્વેંશનના તાળાને ખોલવાની ચાવી રાખે છે માટે આ ભારતીય સમુદ્રી ઇતિહાસ માટે મહત્વપૂર્ણ ક્ષણ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ