નવા વર્ષની શરૂઆતમાં CM વિજય રૂપાણીએ એક વિડિયો દ્વારા ગુજરાતના યુવાઓને સંબોધિત કર્યા. વિડિયો થકી ગુજરાતની યુવા શક્તિને રૂપાણીએ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે સંદેશ પાઠવ્યા હતા. સાથે જ CM રૂપાણીએ યુવાનો અને વિદ્યાર્થીઓને તેમના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પર વિશ્વાય કાયમ રાખવાની અપીલ પણ કરી છે.
નવા વર્ષના આગમનને વધાવતા CM રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ‘વિપક્ષ કોંગ્રેસ રાજકીય લાભ ખાટવા માટે બેરોજગારી અને પારદર્શકતાના મુદ્દે લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. કેટલાક સ્થાપિત હિતો દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોને ગેરમાર્ગે દોરી જઈને તેમના મનમાં અસમંજસતા પેદા કરી રહી છે.’
વધુમાં CM રૂપાણીએ જણાવ્યું કે હું લોકોને આશ્વસ્ત કરવા માંગુ છું કે, રાજ્યના યુવાનોની મહેનત એળે નહીં જાય. ત્રણ વર્ષમાં અમે 1.18 લાખ યુવાનોને સરકારી નોકરી પુરી પાડી છે. ચાલુ વર્ષે વધુ 34-35 હજાર યુવાનોને અમે રોજગારી પુરી પાડીશું. આ માટે વિવિધ પદો પરની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.’