કોરોના એ મોટી સંખ્યા માં લોકો ને બેકાર બનાવી દીધા છે અને પ્રાઇવેટ સેકટર માં પગાર ઓછા થઈ ગયા છે અને બેરોજગાર નો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે યુવાનો માટે ખુશી ના સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૩, મદદનીશ રાજ્યવેરા કમિશ્નરની કુલ ૩૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (વિધાનસભા) ની કુલ ૦૧, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૦૭, રાજ્ય વેરા અધિકારીની કુલ ૬૪, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કુલ ૨૫, સરકારી શ્રમ અધિકારીની કુલ ૨૫, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) ની કુલ ૦૧ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૨૩ જગ્યાઓ એમ સંકલિત કુલ ૨૦૦ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર 2020 છે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે. સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) 21 માર્ચ 2021ના રોજ લેવાશે, જેનું પરિણામ મે-2021 માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષા (૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) 4, 11 અને 18 જુલાઇ-૨૦૨૧ ના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓક્ટોબર-2021 માં જાહેર થશે. ઇન્ટરવ્યૂ નવેમ્બરમાં થશે અને આખરી પરિણામ 30 નવેમ્બર 2021 પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે. તદઉપરાંત, હિસાબી અધિકારી, વર્ગ-૧ ની કુલ-૧૨ જગ્યાઓ, પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨ ની કુલ-૫૧ જગ્યાઓ, નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ ની કુલ-૨૫૭ જગ્યાઓ, સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના સહપ્રાધ્યાપકોની કુલ-૩૮ જગ્યાઓ, સરકારી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન અને કાયદા વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-૧૮૬ જગ્યાઓ, બી.એડ. વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-૨૮ જગ્યાઓ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કુલ-૫૧ જગ્યાઓ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડની કુલ-૧૧૯ જગ્યાઓ, વહીવટી અધિકારી ઉદ્યોગ અને ખાણ વિભાગની કુલ-૦૧, મુખ્ય ઔદ્યોગિક સલાહકાર, વર્ગ-૧ ની કુલ-૦૧, ઉદ્યોગ અધિકારી (તાંત્રિક), વર્ગ-૨ ની કુલ-૦૧, ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૧ ની કુલ-૦૭, સંશોધન અધિકારી, વર્ગ-૨ ની કુલ-૩૫, ગ્રંથાલય નિયામક, વર્ગ-૧ ની કુલ-૦૧, સંયુક્ત ખેતી નિયામક, વર્ગ-૧ ની કુલ-૦૧, સહાયક પુરાતત્વ નિયામક, વર્ગ-૨ ની કુલ-૦૫ જગ્યા તેમજ મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-૨ ની કુલ-૦૧, અધીક્ષક પુરાતત્વવિદ, વર્ગ-૨ ની કુલ-૦૧, વહીવટી અધિકારી (મત્સ્યોદ્યોગ), વર્ગ-૨ ની કુલ-૦૧, મદદનીશ નિયામક (બોઇલર), વર્ગ-૨ ની કુલ-૦૫, મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ ની કુલ-૦૧, મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૨ ની કુલ-૦૪, મદદનીશ નિયામક (ઉદ્યોગ અને ખાણ), વર્ગ-૧ ની કુલ-૦૫, રેડિયોલોજીસ્ટ ની કુલ-૪૯, ફીઝીશીયન, કા.રા.વિ.યો. ની કુલ-૦૫, પીડીયાટ્રીશીયનની કુલ-૧૩૧, ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરીના પ્રાધ્યાપકની કુલ-૦૨ અને ઇમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના પ્રાધ્યાપકની કુલ-૦૪ જગ્યાઓ એમ કુલ-૧૨૦૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ & ૨ ની જાહેરાત સતત ચોથા વર્ષે પ્રસિદ્ધ થતા બેરોજગાર યુવાનો માં હર્ષ ની લાગણી ફેલાઇ છે.