જાપાન એક અનોખા પડકાર સામે ઝઝૂમી રહ્યું છે. તેઓની કુલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તી ૬૫ કે તેથી વધુ વર્ષની છે, તો બીજી તરફ નવી પેઢીના દંપતી છેલ્લા ત્રણેક દાયકાથી એક જ સંતાન કે એકપણ સંતાન નહી તેમ માનતા હોઈ ક્રમશ: વસ્તી પણ હદે વધતી નથી. નવી પેઢી પણ આ ટ્રેન્ડને જ વળગી રહી છે. લગ્ન સંસ્થા પણ તૂટી રહી છે. જાપાનના અર્થતંત્રને પણ આ કારણે ફટકો પહોંચ્યો છે. બીજી તરફ વૃદ્ધોની બહુમતી વચ્ચે યુવાનોની ટકાવારી ભયજનક રીતે ઘટી રહી છે. આ કારણે કંપનીઓને કર્મચારીઓ અને ફેક્ટરીઓને શ્રમિકો મળતા નથી. જે ક્વોલિફાય છે તેઓ વિદેશમાં સ્થાયી થવા માંડયા છે.