કોરોના મહામારીથી અસરગ્રસ્ત થયેલા લોકોમાં આ બીમારીને લીધે જીવનભર સ્વાસ્થ સમસ્યાઓ રહેવાની સંભાવનાઓ રહેલી છે. તાજેતરમાં કરાયેલા એક અભ્યાસ દ્વારા આ પરિણામ સામે આવ્યુ છે, જેમાં લાંબા સમય સુધી ફેફસાની બીમારી સામે પણ ઝૂઝવુ પડે એમ છે.
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, કોરોના સંક્રમણમાંથી ઠીક થયેલા 30 ટકા દર્દીઓના ફેફસાને કાયમી નુકસાન પહોંચી શકે છે. જેના કારણે તેઓને સતત થાક અને માનસિક તકલીફનો સામનો કરવો પડી શકે છે. જે દર્દીઓ આઇસીયુમાંથી સારવાર મેળવી બહાર આવ્યા છે તેમને લાંબા સમય માટે આ સમસ્યાનો સામનો કરવો પડશે.
NHSનાં કોવિડ રિકવરી કેન્દ્રનાં વડા, હિલેરી ફ્લોઇડે જણાવ્યું હતું કે, “40થી 50 વર્ષનાં ઘણા દર્દીઓ જેઓ સાજા થઇ ગયાં છે પરંતુ હવે તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આ લોકો પહેલાં, જિમ, સ્વિમિંગ, બિઝનેસ વગેરે બધું જ કરતા હતાં, પરંતુ હવે તેઓ કોરોનાથી નેગેટિવ હોવા છતાં પણ પલંગ પરથી ઉભા નથી થઈ શકતા.”