કોરોના વાયરસ સામેના જંગમાં સફળતા મેળવનાર દક્ષિણ કોરિયાએ દુનિયામાં પણ વાહ વાહી મેળવી છે. જોકે દક્ષિણ કોરિયામાં એક એવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે બીજા દેશોને પણ ચિંતા કરાવશે.
દક્ષિણ કોરિયામાં 51 લોકો એવા હતા જેમને અગાઉ કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયા બાદ ડૈગુ નામના શહેરમાં ક્વોરેન્ટિન કરાયા હતા. જ્યાં તેમના ટેસ્ટ રિઝલ્ટ બાદમાં નેગેટિવ આવ્યા હતા અને તેમને રજા અપાઈ હતી.
જોકે કેટલાક દિવસો બાદ ફરી આ લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. સાઉથ કોરિયાના ડોક્ટરોનુ માનવુ છે કે, કોરોના વાયરસ માણસના શરીરમાં એવી જગ્યાએ સંતાઈ રહે છે કે તેનો પતો લગાવવો મુશ્કેલ બને છે અને એ પછી ફરી તે સક્રિય થઈ શકે છે તેવુ આ દર્દીઓ પરથી લાગી રહ્યુ છે.
આ પહેલા જાપાની નિષ્ણાતોએ સાઉથ કોરિયાના ડોક્ટરો જેવો જ અભિપ્રાય વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, દર્દી સાજો થયા પછી પણ ફરી કોરોનાનો શિકાર બની શકે છે.