લશ્કરમાં ભરતી માટેની નોંધણીમાં ગુજરાતી યુવાનોએ રેકર્ડ તોડ્યો. લશ્કરની રિક્રૂટમેન્ટ રેલીમાં 70 હજારથી વધુ યુવાનોએ નામ નોંધાવ્યા. 2016માં આ આંકડો 60 હજારથી વધુ હતો. ગયા વર્ષે 786 યુવાનો પસંદ થયા હતા. આ વર્ષે આ આંકડો વટી જશે એવી ધારણા છે. રેલીમાં 21 જિલ્લામાંથી યુવાનો ભાગ લઈ રહ્યા છે. ભરતીમાં જનરલ ડ્યૂટી, સ્ટોર કીપર ટેકનિકલ, ટ્રેડમેન અને નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી થશે.