સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવાની માગણી કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. આ અરજીઓની સુનાવણી ચાલી રહી છે. એવામાં સજાતીય સંબંધો ધરાવનારા લોકોના ૪૦૦ જેટલા માતા પિતાએ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખ્યો છે. અને સજાતીય લગ્નોને કાયદેસર માન્યતા આપવાની માગણીનું ખુલ્લુ સમર્થન કર્યું છે.