વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે 4 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાજપમાં બળવો અટકવાનું નામ લેતુ લેતું. આજે સતત ત્રીજા દિવસે પદાધિકારીઓના રાજીનામા અને વિરોધ જોવા મળી રહ્યો છે. શુક્રવારે પાર્ટીના 72 નેતાઓ અને સભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા હતા. તો આ બાજુ ભાજપે અલગ- અલગ લેવલે નારાજ લોકોને મનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.