એપ્રિલથી જૂનનાં પહેલા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ માઇનસ ૨૩.૯ ટકા નોંધાયા પછી ચાલુ નાણાકીય વર્ષ ૨૦-૨૧ માટે જીડીપી ગ્રોથ ઘટીને માઇનસ ૧૦.૯ ટકા રહેશે તેવી ધારણા SBIનાં રિસર્ચ રિપોર્ટ ઇકોવ્રેપમાં કરવામાં આવી છે. અગાઉ ચાલુ નાણાકીય વર્ષ માટે GDP ગ્રોથ માઇનસ ૬.૮ ટકા અંદાજવામાં આવ્યો હતો. બેન્કે જણાવ્યું હતું કે આખા નાણાકીય વર્ષનાં ચારે ય ચાર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ માઇનસમાં રહેશે. આખા વર્ષનો જીડીપી ગ્રોથ બે આંકડામાં ઘટીને માઇનસ ૧૦.૯ ટકા રહેશે. બેન્ક દ્વારા બીજા કવાર્ટરમાં જીડીપી ઘટીને માઇનસ ૧૨થી માઇનસ ૧૫ ટકાની રેન્જમાં રહેશે. જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં માઇનસ ૫ ટકાથી માઇનસ ૧૦ ટકા અને ચોથા ક્વાર્ટરમાં માઇનસ ૨ ટકાથી માઇનસ ૫ ટકાની રેન્જમાં રહેશે.