દિલ્હીની સરહદો પર ૨૩ દિવસથી કેન્દ્રના કૃષિ કાયદાઓની વિરુદ્ધ આંદોલન કરી રહેલા હજારો ખેડૂતોની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકાર દ્વારા શરૂ કરાયેલા જનઅભિયાન અંતર્ગત શુક્રવારે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં એકઠા થયેલા ખેડૂતોને વીડિયો લિન્કના માધ્યમથી સંબોધન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું ખેડૂતો સાથે હાથ જોડી- માથું ઝુકાવીને દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છું. સરકાર ખેડૂતો સાથે કૃષિ કાયદાઓની એક એક જોગવાઈ પર ચર્ચા કરવા તૈયાર છે. દેશનો ખેડૂત અને તેના હિતો સરકારની ટોચની પ્રાથમિકતાઓ પૈકીની એક છે. સવાલોના ઘેરામાં આવેલા કૃષિ કાયદાઓેને સંસદમાં ઉતાવળે પસાર કરાયા નથી. આ કાયદાઓ પર વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓ રાતોરાત ઘડી કઢાયા નથી. રાજકીય પાર્ટીઓ, નિષ્ણાતો અને પ્રગતિશીલ ખેડૂતો લાંબા સમયથી કૃષિ સેક્ટરમાં સુધારાની માગ કરી રહ્યા હતા. અગાઉની સરકારો ખેડૂતોને વચન તો આપતી હતી પરંતુ ક્યારેય તેનું પાલન કરતી નહોતી.